હઠે તિમિરના થરો લઘુક જ્યોતિરશ્મિ થકી,
ધીમી અનિલ-લ્હેરખી પણ ભરે
અહો જડ સૂકેલ પર્ણ-ઢગમાં કશી ચેતના !
અને કથવું શું ?
જરીક ચમચી જ છાશ થકી દૂધ થાતું દધિ;
કરી શકું ન શું
પ્રયાસ મહીં માહરા તવ મળે અમીદૃષ્ટિ જો ?
~ ગીતા પરીખ
પૃથ્વી છંદમાં લખાયેલું આ લઘુકાવ્ય આશાની સરવાણી વહાવે છે……
કવિના જન્મદિને સ્મૃતિવંદના સહ…
OP 7.4.22
સાજ મેવાડા
07-04-2022
વાહ, ખૂબ સરસ
