મનહર મોદી ~ અડધો ઊંઘે * Manhar Modi

અડધો ઊંઘે અડધો જાગે 

અડધો ઊંઘે અડધો જાગે;
એ માણસ મારામાં લાગે.

એક જ વિચારો કાયમ આવે,
એકાદોયે કાંટો વાગે.

આ પડછાયો તે પડછાયો,
અહીંથી ત્યાંથી ક્યાં ક્યાં ભાગે!

બાર બગાસાં મારી મૂડી,
ગણું નહીં તો કેવું લાગે?

આ ઘર તે ઘર ઘરમાંયે ઘર,
માણસ માણસ માણસ લાગે.

એક મીંડું અંદર બેઠું છે,
એ આખી દુનિયાને તાગે.

હું ક્યાં? હું ક્યાં? શબ્દ પૂછે છે,
અર્થો કહે છે: આગે આગે.

~ મનહર મોદી

‘એક મીંડું અંદર બેઠું છે’ – વ્યવહારની ભાષામાં ‘મીંડું’ કશું જ નથી પણ અહીં કવિએ મીંડાને કેટલું અર્થસભર બનાવી દીધું છે !

OP 23.3.22

છબીલભાઈ ત્રિવેદી

23-03-2022

વાહ આજે કવિ શ્રી મનહર મોદી ના જન્મદિવસ નિમિતે પાંચ કાવ્યો ખુબજ સરસ કવિ તો મિંડા ને પણ વિરાટ બનાવી શકે એટલે તો કવિને વિશિષ્ટ દરરજો મળેલ છે ખુબ ખુબ અભિનંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “મનહર મોદી ~ અડધો ઊંઘે * Manhar Modi”

Scroll to Top