ઉર્વીશ વસાવડા ~ આજ એક ચકલી

આજ એક ચકલી ~ ઉર્વીશ વસાવડા

આજ એક ચકલી ફરી ચોખાનો દાણો લાવશે
ને પછી શૈશવ તણાં સ્મરણોનું ટોળું આવશે.

એક જુકા પેટ ફૂટા ને નદી લોહિત થઇ
કોણ એમાં નીર નિર્મળ આભથી વરસાવશે

ચાંચમાં પકડી પૂરી બેસી રહ્યો છે કાગડો
કોક આવીને પછી ગીતો નવાં ગવડાવશે

ગાયના ગોવાળને છે શોધ પોપટની હવે
કયાંક આંબાડાળથી સંદેશ એ સંભળાવશે

એ પરી જાદૂની પહોંચી ગઇ ઊડીને આભમાં
ને નથી સંભવ કે કોઇ આભથી ઊતરાવશે.

ઉર્વીશ વસાવડા

ચકલી, પોપટ, કાગડો આ બધાં માત્ર પક્ષીઓ નથી, બાળપણની સ્ંદૂકનો ખજાનો છે. ગાય, ભેંસ કે ગધેડો એક ખોવાયેલી શેરીની જીવતી જણસો છે. એકવાર આ તબક્કો જતો રહે છે પછી આખી જિંદગી પેલી ઊડી ગયેલી પરીની પ્રતિક્ષામાં જ પૂરી થાય છે !! 

OP 20.3.22

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top