ચિનુ મોદી ~ ક્યાંક તું છે * Chinu Modi

ક્યાંક તું છે ~ ચિનુ મોદી

ક્યાંક તું છે ક્યાંક હું છું ને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.

બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે.

એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે.

રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે.

~ ચિનુ મોદી

OP 19.3.22

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top