મકરંદ દવે ~ ભજન કરે  * Makarand Dave

ભજન કરે તે જીતે 

ભજન કરે તે જીતે
વજન કરે તે હારે રે મનવા!

તુલસી-દલથી તોલ કરો તો બને પવન-પરપોટો,
અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો :
આ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે!
રે મનવા, ભજન કરે તે જીતે.

એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે,

સાચ ખોટના ખાતા પાડી, એમાં તું નહીં ખાટે

સ્હેલીશ તું સાગરમોજે કે પડ્યો રહીશ પછીતે?
રે મનવા, ભજન કરે તે જીતે.

આવે, હવે તારા ગજ મૂકી, વજન મૂકીને વરવાં,
નવલખ તારા નીચે બેઠો, ક્યાં ત્રાજડવડે તરવા?
ચૌદ ભુવનનો સ્વામી આવે, ચપટી ધૂળની પ્રીતે.
રે મનવા, ભજન કરે તે જીતે.

~ મકરંદ દવે

OP 13.3.22

***

સાજ મેવાડા

14-03-2022

ખૂબ માર્મિક ગીત. એને સમજવા ભક્તિ સાહિત્યને સમજવું પડ. સરસ ભજન સાંભળવા મળ્યું.

છબીલભાઈ ત્રિવેદી

13-03-2022

આજની સાંઈ મકરંદ દવે ની બન્ને રચના ખુબ સરસ સાંઈ મકરંદ તો આધ્યાત્મિક કવિ તેમની જન્મશતાબ્દી નિમિતે વંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top