આગમ શાહ ~ આજે ભીતરથી

આજે ભીતરથી તપવા દે ~ આગમ શાહ

આજે ભીતરથી તપવા દે
પ્હેલાં પોતાને મળવા દે
જે તારા મનમાં અંકિત છે
એ અક્ષરને ઊઘડવા દે
મા ઈશ્વરનો અવતાર હશે ?
ઈશ્વર માનો ? સમજવા દે
દૂરથી પણ પાસે લાગે ને
એવા સંબંધ વિકસવા દે
તું સાચ્ચી કે હું સાચ્ચો ?
મૂળમાં જા, ના જાવા દે

આગમ શાહ

કવિ એક ટૂંકી બહેરની ગઝલ લઈને આવ્યા છે. એકદમ હળવી રીતે પણ એણે સરસ વાતો કહી છે. છેલ્લો શેર વધુ ગમ્યો ને આ ગઝલ ‘કાવ્યવિશ્વ’ સુધી આવી.

OP 3.3.22

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top