*નહીં*
આમ પીવાની ઉતાવળ કર નહીં
જળ તો આંખોમાં છે, આંખો જળ નહીં.
ફૂલદાની આજ બારી થઈ ગઈ
એની પાછળથી જરાયે ખસ નહીં.
આપણી વચ્ચે હતું આ સ્વપ્ન તેથી
સ્વપ્નને મેં કહી દીધું કે નડ નહીં.
રાતને શણગારવી જો હોય તો
તું દીવાને હોલવી દે ડર નહીં.
હું તને ઈશ્વરની જેમ જ પૂજતો ,
તે છતાં ધર્માંધતાની લત નહીં.
~ તેજસ દવે
સરસ મજાની ગઝલ. ચોથો શેર મસ્ત…
કાવ્યસંગીતની સરસ મજાની પ્રવૃત્તિ કરતા કવિને અઢળક અભિનંદનો અને શુભેચ્છાઓ.
OP 2.3.22
*****
Dipakbhai Valera
09-03-2022
Wahh kavi wahh
દીપકવાલેરા
06-03-2022
બહુ સરસ
સાજ મેવાડા
03-03-2022
વાહ, ખૂબ સુંદર ગઝલ.
છબીલભાઈ ત્રિવેદી
02-03-2022
તેજસ દવે ના કાવ્ય ના બધાજ શેર ખુબ ગમ્યા ચોથો શેર ખરેખર અદભુત ખુબ સરસ રચના ખુબ ખુબ અભિનંદન
