હર્ષવી પટેલ ~ બહુ  અવઢવ  પછી

બહુ  અવઢવ  પછી ~ હર્ષવી પટેલ

બહુ  અવઢવ  પછી એને  અમસ્તી બહાર  કાઢી છે

ઘણા અરસા પછી સ્મરણોની થપ્પી બહાર કાઢી છે.

નજર મારી પડી  ટેબલના ખાનામાં જ્યાં પત્રો  પર

ત્યાં ઝાંપે ફેરિયો બોલ્યો કે,”પસ્તી બહાર કાઢી છે?”

તમે દુશ્મનને કરવા માત, સઘળાં શસ્ત્ર અજમાવ્યાં

અમે બસ એકલી જાદુની ઝપ્પી બહાર કાઢી છે.

જુઓ ને, થઈ ગયું મઘમઘ બધું પળવારમાં  કેવું!

હજુ હમણાં જ મેં સારપની ડબ્બી બહાર કાઢી છે.

છે મારી લાગણી તો બસ અઢી અક્ષરની ટૂંકીટચ

નકામી તર્કની તેં માપપટ્ટી બહાર કાઢી છે.

સમય શિક્ષક કડક છે, આપણે સહુ ઠોઠ વિદ્યાર્થી

થઈ  જો ભૂલ, એણે  ફૂટપટ્ટી  બહાર  કાઢી  છે!

હર્ષવી પટેલ

એકોએક શેર શેરીયતથી ભરપૂર…..  કાબિલેદાદ ! વાહ હર્ષવી પટેલ….

OP 1.3.22

આભાર

06-03-2022

આભાર રીંકું, છબીલભાઈ, મેવાડાજી, કીર્તિભાઈ….

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

રીંકું રાઠોડ

03-03-2022

આદરણીય લતા હિરાણી મેમની મહેનત અને જહેમતને વંદન.
ગુજરાતી ભાષાની સેવાનું આગવું કાર્ય આપ કરી રહ્યા છો.
કાવ્યવિશ્વ એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી દરરોજ કૈંક નોખું સાહિત્યિક ભાથું મળી રહે છે. વંદન.

સાજ મેવાડા

01-03-2022

ખોટા વખાણ નથી પણ, મોટાભાગે કવિયત્રીઓની ગઝલો ખૂબજ સંઘેડા ઉતાર અને અનન્ય હોય છે, આદરણીય હર્ષવી જી એમાં નોંખા તરી આવે છે.

સાજ મેવાડા

01-03-2022

ખોટા વખાણ નથી પણ, મોટાભાગે કવિયત્રીઓની ગઝલો ખૂબજ સંઘેડા ઉતાર અને અનન્ય હોય છે, આદરણીય હર્ષવી જી એમાં નોંખા તરી આવે છે.

છબીલભાઈ ત્રિવેદી

01-03-2022

હર્ષવી પટેલ ની રચના ખુબ સરસ બધા શેર કાબીલે દાદ ખુબ ખુબ સરસ રચના ખુબ ખુબ અભિનંદન

Kirtichandra Shah

01-03-2022

Lucid.Gazal Enjoyable

Kirtichandra Shah

01-03-2022

Lucid.Gazal Enjoyable

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top