દીપ્તિ ભગત વછરાજાની ‘શિવા’
રણઝણે વાદ્ય ને ઝણઝણે છંદ-લય હીંચકે,
શારદે અંકમાં વિશ્વનું વાડ્મય હીંચકે.
અંકુરિત શબ્દમાં આવ તું, વ્યાપ તું, માતૃકા,
ચઈડ-ચીં જિંદગી તે પછી કાવ્યમય હીંચકે.
લોહીના ગ્રંથમાં તું ગીતાજ્ઞાન ઓ ભારતી,
શૌર્યને ટોડલે એટલે જય-વિજય હીંચકે.
આપણા સંગમે જ્ઞાનદા તીર્થ આ અવતરે,
ઝૂમતો તાનમાં હીંચ લઈ ‘ને અભય હીંચકે.
યુગ હતા, યુગ પછી યુગ હશે કે કળાધારિણી,
ઠેસ ૫૨ ઠેસ દઈ, વા૨સો લઈ સમય હીંચકે.
~ દીપ્તિ ભગત વછરાજાની ‘શિવા’
મા શારદે, દેવી સરસ્વતીને મધુર અર્ઘ્ય.
શબ્દોના અવતરણ પછી એક વ્યર્થ જિંદગી અર્થસભર બની જાય છે એની કેવી સરસ રજૂઆત !
‘ચઈડ-ચીં જિંદગી તે પછી કાવ્યમય હીંચકે’
અનંતના હીંચકે શબ્દ ઝૂલે છે….
17.1.22
આભાર
25-01-2022
અમારો આનંદ દિપ્તીબહેન. લખતા રહો.
Dipti Vachhrajani
25-01-2022
લતબહેન, આપનો ખૂબ ખૂબ આભાર.
સૌ મિત્રોનો પણ ખૂબ આભાર.
આભાર
22-01-2022
આભાર છબીલભાઈ, મેવાડાજી, સુધાબેન.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.
સાજ મેવાડા
17-01-2022
કવિયત્રી દીપ્તીજીનાં કાવ્યો અને ગઝલોમાં નોંખાજ ભાવવિષ્વનો અનુભવ થાય છે.
છબીલભાઈ ત્રિવેદી
17-01-2022
આજનુ દીપ્તિ વછરાજાની નુ કાવ્ય ખુબજ સરસ મા શારદા શબ્દ, સુર, લય ના અધિષ્ઠાતા છે ખુબ સરસ રચના ખુબ ખુબ અભિનંદન
sudha mehta
17-01-2022
kyaa baat hai! ati sunder riite shabdonii sajavat kari ne vidya ane shaurya no mahimaa gaayo!
