આમ જ થાશે ~ પારસ હેમાણી

આમ જ થાશે નો’તું કીધું ?

એ મૂંઝાશે નો’તું કીધું ?

તડકે તડકે ભીંજાવીને

ગોરંભાશે નો’તું કીધું ?

રોઈ લેશે સાચું-ખોટું

જીવતી લાશે નો’તું કીધું ?

આકાશે ઊડવાની તલપે

પાંખ કપાશે, નો’તું કીધું ?

એના તરફી છે જનમાનસ

છૂટી જાશે, નો’તું કીધું ?

કેવી શાંતિથી બેઠો છે !

છંછેડાશે, નો’તું કીધું ?

એની નવરાશે આવીને

‘પારસ’ ગાશે, નો’તું કીધું ? ~ પારસ હેમાણી

‘નો’તું કીધું ?’ જેવા ધરખમ અને શુદ્ધ સૌરાષ્ટ્રી પ્રયોગ દ્વારા કવિનો ઇંગીત પણ એવી જ ધરખમ વાતો તરફ છે. ટૂંકી બહરમાં કવિ કાવ્યત્વથી ભરી ભરી સરસ વાતો લઈને આવ્યા છે. ત્રીજો અને ચોથો શેર વધારે સચોટ થયા છે. મતલાના શેરની પ્રથમ પંક્તિ બધા શેરને સરસ રીતે લાગુ પડે….  

21.11.21

*****

આભાર આપનો

23-11-2021

આભારી છું વારીજભાઈ, મેવાડાજી, છબીલભાઈ અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોની. આભાર આભાર.

છબીલભાઈ ત્રિવેદી

23-11-2021

આજનુ પારસ હેમાણી નુ કાવ્ય નોતુ કિધુ ખુબ સરસ માણવા લાયક રહ્યુ અવનવા કાવ્યો નો રસથાળ અેટલે આપણુ કાવ્યવિશ્ર્વ ખુબ ખુબ આભાર લતાબેન.

સાજ મેવાડા

21-11-2021

બોલ ચાલની ભાષાનો રદિફ ગઝલને ખૂબ ઉપકારક.નિવડ્યો છે.

Varij Luhar

21-11-2021

વાહ પારસ ભાઈ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top