બોલી પડાશે સહેજ, તો ચર્ચા ગરમ થશે
એક વાત છે, છુપાવું તો મનમાં જખમ થશે
સીધું-સરળ હશે જો વચન, તો મલમ થશે
વાંકા થશે જો વેણ, તો ભારે જુલમ થશે
કોઈ એકલું જ પાળે જુદાઈ તો ગમ થશે
જો સંમતિ હો બેઉની, તો એ નિયમ થશે
મથશો સતત છતાંય ઘણું નહિ કરી શકાય
ને ખુદબખુદ થશે બધું જ્યારે હુકમ થશે
ભળશે સહાનુભૂતિ તો રૂપિયોય દાન છે
એના વગરના લાખો તો કેવળ રકમ થશે
આંખોમાં વાતવાતે તું દરિયા ભર્યા ન કર
આબોહવા હૃદયની નહીંતર વિષમ થશે ~ હર્ષવી પટેલ
પ્રત્યેક શેર સરળ, અર્થગંભીર અને માર્મિક થયો છે. પાંચમા શેરમાં ‘રકમ’ કાફિયાએ સહજતાથી અને કેટલી અદભૂત રીતે સ્થાન જમાવ્યું છે ! છેલ્લો શેર કમાલ !
20.11.21
vipul acharya
26-11-2021
waah
Mayank P Patel
24-11-2021
અદ્ભુત રચના… 🙏🙏
આભાર આપનો
23-11-2021
આભારી છું, મેવાડાજી, છબીલભાઈ, વારીજભાઈ અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોની. આભાર આભાર.
છબીલભાઈ ત્રિવેદી
23-11-2021
આજનુ હર્ષવી પટેલ નુ કાવ્ય ખુબજ ગમ્યું બધા શેર ખુબ ઉત્તમ આભાર લતાબેન
Varij Luhar
21-11-2021
બોલી પડાશે.. વાહ
સાજ મેવાડા
20-11-2021
કવિયત્રી હર્ષવીજી, ઓછું લખે છે પણ ખૂબ સરસ, સરળ અને હ્રદય સાંસરવી ઉતરી જાય એવી ભાષા માં લખે છે. ખૂબ સરસ ગઝલ.
