તું તો આઝાદ : ખ્યાતિ શાહ

મેં

તારી તરફ ખૂલતાં

બધાં જ દ્વાર બંધ કરી દીધા છે

અને મારી પાંખો કાપી નાખી છે.

પણ

આ હવાને શી રીતે રોકું

રખે ને એ બધી સીમાઓ ઓળંગી

મારી ગંધ તારા શ્વાસમાં ભરી દે તો ?!

શક્ય છે તું જાતને રોકી ન શકે

અને બંધ દ્વાર તોડી નાખે

કે પછી

અભેદ્ય દીવાલ ઓળંગી આવી ચડે !

તારી તરફ ડગ ન ભરવા

હું બંધાયેલી છું

પણ

તું તો આઝાદ… – ખ્યાતિ શાહ

પોતે ડગલું ભર્યા વગર પ્રિયતમને બોલાવવાની કેવી મજાની રીત ! સહજ, સરળ, હૃદયસ્પર્શી અને એક સ્ત્રી જ લખી શકે એવું કાવ્ય ! વાહ…. 

17.11.21

આભાર આપનો

23-11-2021

આભારી છું, છબીલભાઈ, વારીજભાઈ અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોની. આભાર આભાર.

Varij Luhar

18-11-2021

પણ…. તું તો આઝાદ… વાહ

છબીલભાઈ ત્રિવેદી

17-11-2021

આજનુ ખ્યાતી શાહ નુ કાવ્ય ખુબજ ગમ્યું આપની દરેક વ્યવસ્થા ખુબજ ઉમદા હોયછે આપ આટલી મહેનત થી બધુ મેનેજ કરો છો તે ધન્યવાદ ને પાત્ર છે આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top