ઓજસ પાલનપુરી ~ મારી હસ્તી * Ojas Palanpuri

*ચાંદની ફેલાઈ ગઈ*

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ.
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.

દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ.

ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,
ખુદ કજા મારો ધસારો જોઈને ગભરાઈ ગઈ.

વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ જિંદગી જિવાઈ ગઈ.

મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની એને ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ. – ઓજસ પાલનપુરી

મત્લાનો શેર એટલો અદભૂત થયો છે કે દરેક કાવ્યપ્રેમીના હૈયે વસી ગયેલો છે. કવિની આજે મૃત્યુ તિથી. એમને વંદન.  

4.10.21

આભાર આપનો

06-10-2021

આભાર સરલાબેન, છબીલભાઈ, મેવાડાજી.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

04-10-2021

ખરું, મત્લા શેર અદ્ભુત છેજ, અને આખી ગઝલ સરસ. શ્રધ્ધાંજલિ.

Sarla Sutaria

04-10-2021

દિવંગત કવિશ્રીને સાદર શ્રદ્ધાંજલિ ?
આ ગઝલનો મત્લા તો દરેકને હૈયે પોતાનું સ્થાન બનાવી ચૂક્યો છે. અવિસ્મરણીય ગઝલ ..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top