હું બુદ્ધને શરણે નહીં જાઉં
બુદ્ધ મને મારાં દુઃખોનું ભાન કરાવે છે
હું અ-બુધને શરણે જઈશ
એ મને મારા સુખનો ખ્યાલ આપશે
હું ધર્મને શરણે નહીં જાઉં
ધર્મ જાતજાતનું ભૂસું ભરી
મને ભારેખમ બનાવે છે
હું અ-ધર્મને શરણે જઈશ
એ મને હળવો ફૂલ રાખશે
હું સંઘને શરણે નહીં જાઉં
સંઘ મારી વાણીને છિનવી લેશે
હું જંગને શરણે જઈશ
જંગમાં મારું પોતાનું શસ્ત્ર, પોતાનો હોંકારો હશે.
– ચન્દ્રકાન્ત ટોપીવાળા
જેમને ‘बुद्धं शरणं गच्छामि’માં વિશ્વાસ હોય એમણે આ કાવ્ય ન વાંચવું. આ વ્યાપક વિચાર સામે વિદ્રોહનું કાવ્ય છે. કોઈ કોઈ લોકો આવું વિચારી શકે. આ સચ્ચાઈ હોઇ શકે કોઈ કોઈ માનવોની…. અને આનાથી વિરુદ્ધ એટલે કે ધર્મમાં પૂર્ણ આસ્થા ધરાવતા માણસો પણ કોઈ કોઈ જ… આ બંને ‘કોઈ-કોઈ’ મળીને 1 %, અને બાકીના 99 % તો ઘડીમાં આમ ને ઘડીમાં તેમ અથવા બેમાંથી એકેયમાં પૂરા નહીં એવા સગવડિયા માણસોથી જ આ પૃથ્વી ભરી છે….
18.8.21
Sarla Sutaria
21-08-2021
સમાજ જીવનના સર્વ સામાન્ય અર્થને પડકારતું કાવ્ય વાંચતાં એમાંથી નીપજતો અર્થ સાચો લાગે છે. ઘણીવાર સમાજના નીતિ નિયમો અને બંધનો ભીતર ભીરૂતા લાવી દે છે એવું મને લાગે છે.
આપનો આભાર
20-08-2021
Critical કોમેન્ટ લખવા માટે વિશેષ આભારી છું મહેશભાઇ.
અમારા નિયમિત પ્રતિભાવકો છબીલભાઈ, સુરેશભાઇ, વારિજભાઈ અને
કાવ્યવિશ્વની મુલાકાત લેનારા સૌની આભારી છું.
Mahesh Dave
19-08-2021
??????
બે વખત comment મૂકવાની ભૂલ માટે ક્ષમા યાચના??
Mahesh Dave
19-08-2021
શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાનું કાવ્ય,”બુદ્ધમ શરણં ગચ્છામિ” મંત્રના સર્વમાન્ય અર્થને પડકારતું જણાય. હકીકતમાં , વિષયનું “ defamiliarisation” કરવું એ પણ એક સર્વસ્વિકાર્ય કાવ્ય પ્રયોજન માનવામાં આવે છે. કાવ્યના અર્થ સુધી સહેલાઈ થી પહોંચી જવાના આનંદ ને છેલ્લી પંક્તિ “ હું જંગને શરણે જઇશ…” પડકારતી લાગે. “ સંઘ” થી “જંગ” સુધીની યાત્રા, અને “શરણ” ને બદલે “ શસ્ત્ર “ ઉપાડવાનો વિચાર માત્ર “બુદ્ધદર્શનન”ને “ deconstruct” કરવાનો પ્રયત્ન લાગે. Derrida વગેરે પાશ્ચાત્ય “ post-structuralist વિવેચકોનો આશય “ Deconstruction”નો ઉપયોગ destruction નહીં પણ “ reconstruction” હોઈ શકે? શ્રી ટોપીવાળાએ , આ કાવ્ય દ્વારા Deconstruction in practice નું ઉદાહરણ પુરું પાડ્યું છે. આભાર.

છબીલભાઈ ત્રિવેદી
19-08-2021
વડિલ ભાઈ શ્રી ચંદ્નકાંત ટોપીવાલા નુ કાવ્ય અે અેમના પોતાના વિચાર છે વાણી સ્વાતંત્ર્ય ધરાવતા દેશ મા દરેક ને પોતાના વિચારો રજુ કરવા નો હક છે મહાન ગજા ના કવિ શ્રી ને વંદન આભાર લતાબેન
સુરેશ ‘ચંદ્ર’રાવલ
18-08-2021
સાંપ્રત કાળમાં બુદ્ધને શરણે જાઉં અને અહિંસક બનવું એ કવિને માન્ય નથી…એક વિદ્રોહી વિચારધારા વહી રહી છે…શાસ્ત્ર આને શસ્ત્ર બન્ને ની જરૂર છે , અને આજનાં સમયમાં તો શસ્ત્ર ની ખાસ જરુર છે..વાહ ખૂબ સરસ કાવ્ય આને એમાં આપનું વિવેચન…
Varij Luhar
18-08-2021
કવિશ્રી ને પોતાનો હોંકારો ખપમાં આવે તેવું ઈચ્છીએ