તું નહીં જાણી શકે શું અર્થની કાતિલ અણી છે
તેં કદી તારા આ નખથી શબ્દની પીડા ખણી છે ?
નટની આંખો જોઈ ભીની આપણી આંખોય વરસે
મંચ પર ભજવાય છે જે એ કથા શું આપણી છે ?
વાત સાચી હો ભલે શુભ કામમાં છે વિઘ્ન લાખો,
તે છતાં શુભ કામ કરવું એ જ તો પારસમણી છે.
મધ્યમાં તો છાપી છે સૌની કથાઓ એક સરખી,
છે જરા મુખપૃષ્ઠ નોખાં, સ્હેજ નોખી બાંધણી છે.
આપણા સંબંધના સરવાળા સાચા કેમ પડશે ?
એક મુઠ્ઠી આંગણામાં આપણે ભીંતો ચણી છે.
~ પરબતકુમાર નાયી
કવિ પરબતકુમાર સરસ કાવ્યો આપે છે. આ ગઝલમાં નવા નવા કલ્પન લઈને આવ્યા છે. અણીદાર પ્રથમ શેરથી શરૂઆત. તો બીજો શેર પણ જીવનની સચ્ચાઈ જરા જુદી રીતે રજૂ કરે છે. કથાની વાત માટે બે શેર મૂક્યા એ ટાળ્યું હોત તો ચાલત. ફરી છેલ્લા શેરમાં ‘મુઠ્ઠી આંગણું’ પ્રયોગ ગમ્યો.
15.7.21
***
Mahesh Dave
18-07-2021
Thanks for very interesting article on the systematic teaching of Prosody. Even today, when we sing simultaneously in praise of “ અછાંદસ” as well as “ગઝલ”, Gujarati Sahitya Parishad could think of reviving the teaching of metres and verse forms to our budding poets. If song is not an easy form, “singing lines” cannot be missed in poetry.
આભાર સૌનો
18-07-2021
આભાર છબીલભાઈ. મેવાડાજી, વિવેકભાઈ અને સરલાબહેન.
કાવ્યવિશ્વની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.
Sarla Sutaria
16-07-2021
આમ જીવનમાં અનુભવાતી સંવેદનાને બખૂબી ગઝલમાં વણી લીધી. ખૂબ સુંદર ગઝલ.
Vivek Tailor
16-07-2021
મજાની રચના
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
15-07-2021
અદ્ભૂત ગઝલ, અને ભાશ.ચિત્રો. ગમી.
છબીલભાઈ ત્રિવેદી
15-07-2021
આજના કાવ્યવિશ્વનું કાવ્ય પરબતકુમાર નાયી સાહેબ નુ ખુબ જ ગમ્યું. આપે આપેલો કાવ્ય સાર પણ ખુબજ માણવા લાયક. કવિ પાસે અવનવા શબ્દનો ભંડાર હોય છે અેટલે તેઓ લખી શકે છે. ખુબ ખુબ અભિનંદન. આભાર લતાબેન

દરેક શેર લાજવાબ👍 કોઈ અનુભવી પીઢ ગઝલકાર જેવી શેરિયત આખી ગઝલમાં જોવા મળી