એક રમકડું લઈ મનગમતું, માના ખોળે હસતું-રમતું,
મીઠાં હાલરડાં સાંભળતુંમાની સામે જોતું જોતું
બાળક ઊંઘી જાય
મને તો સુખ એમાં દેખાય.
ભાર ભરેલાં દફતર ખાખીએક દિવસ ખૂણામાં નાંખી,
નિશાળમાં પણ છુટ્ટી રાખી
ભાઈબંધો સૌ થઈ ઉઘાડા ભરવર્ષામાં ન્હાય
મને તો સુખ એમાં દેખાય.
ઈચ્છાઓ લઈને ઊભેલી,એક છોકરી પ્રેમે-ઘેલી,
નિશ્ચિત સ્થાને પહોંચી વહેલીપ્રેમીને
જોતાંની સાથે આછેરું મલકાય
મને તો સુખ એમાં દેખાય.
એક દિવસ મા વહેલી જાગે
ઘર ખાલીખમ સૂનું લાગે.
ઘરનો બેલ અચાનક વાગેને
બચ્ચાંને લઈ દીકરી મળવા આવી જાય
મને તો સુખ એમાં દેખાય.
છો કેડેથી હોય વળેલા,એક સાંજની ડૂબતી વેળા
દાદા સહુ મિત્રોની ભેળાજૂની ફિલ્મો
યાદ કરીને જૂનાં ગીતો ગાય
મને તો સુખ એમાં દેખાય.
– શ્યામલ મુનશી
સંગીતની દુનિયામાં શ્યામલ મુનશી, સૌમિલ મુનશી અને આરતી મુન્શી ખૂબ જાણીતાં નામો છે. એમાં શ્યામલભાઈ કવિ પણ ખરા એટલે એમની રચના અને સંગીતની સુગંધ કંઇ ઓર જ હોય. શ્યામલભાઈનું ગીત, સૌમિલભાઈના કંઠે સાંભળો.
4.7.21
કાવ્ય : શ્યામલ મુનશી * સ્વર : સૌમિલ મુનશી
