રેખા ભટ્ટ ~ ચ્યમ અલી * Rekha Bhatt

ચ્યમ અલી તું ઊંઘી ર’ઈસ, નથી  જવું કોમે ?
આળહ ખંચેરી ઊભી  થઇ જા, સૂરજ  આયો હો’મે,

પેટ પાતાળે સોકરો રૂએ, એની હોમું જો
હિંમત કરી ન બેઠી થઈ જા, આથ પગ મૂંઢુ ધો,

ચેવો વેરી રોગ આયો આ શે’ર ની સે પાયમાલી
દવા મૂંઘી, રોટલો નહી’ન , ગજવું થઇ  જયું  ખાલી 

હાલને ગાંમડે હેડયાં જઈએ, જ્યાં તાં પડ્યાં રઈશું
બટકું રોટલો ખઈએ  ભલે સોકરાં મોટાં કરશું

નબરી  વેરા વૈ જાશે  લી, બધુંય  હારું કરશું
જીવતર મૂંઘુ મલ્યું સે તે, ધૂર  ન  થવા  દે’શું

– રેખા ભટ્ટ

સાંપ્રત સમયને રજૂ કરતું રેખા ભટ્ટનું આ કાવ્ય ખાસ તો બેહાલ થયેલા મજૂર વર્ગની પીડા રજૂ કરે છે. નબળી વેળામાં પણ ધીરજ નહીં ખોવાની, હિમ્મત નહીં હારવાની અને આ જીવતરને ધૂળ નહીં થવા દેવાની શાતા આપતા શબ્દો ગમે એવા છે. કાવ્યનું પઠન ખૂબ સરસ થયું છે.

20.5.21

રચના : રેખા ભટ્ટ પઠન : જિજ્ઞેશ પટેલ

https://www.youtube.com/watch?v=03lz3m-lAkE

લલિત ત્રિવેદી

22-05-2021

સરસ

રેખા ભટ્ટ

20-05-2021

સુશ્રી લતાબેન હિરાણી કાવ્યવિશ્વમાં, સરસ મજાનાં કાવ્યોનો ગુલદસ્તો, આપણા માટે રોજેરોજ લઈ આવે છે. અને આજે વિશેષ આનંદની વાત એ છે કે એમાં મારું પણ કાવ્ય છે. તો બમણી ખુશી . ?સુશ્રી લતાબેન હિરાણી કાવ્યવિશ્વમાં, સરસ મજાનાં 9 ગુલદસ્તો, આપણા માટે રોજેરોજ લઈ આવે છે. અને આજે વિશેષ આનંદની વાત એ છે કે એમાં મારું પણ કાવ્ય છે. તો બમણી ખુશી . ?

મનોહર ત્રિવેદી

20-05-2021

જિજ્ઞેશ પટેલનું કાવ્યવાચન જ રેખાબહેનના ગીતને ઊંચાઈએ પહોંચાડવા સહાયક બને છે. બંનેને મારી શુભકામનાઓ.

ડો. પરુષોત્તમ મેવાડા, સાજ

20-05-2021

ખૂબ સરસ. અભણ ગામડાના લોકોની ભાષા, વાતચીતનો સંધર્ભ આજની મજૂરોની વ્યથા આબેહુબ રજૂ થઇ છે. પઠન પણ સરસ.

રેણુકા દવે

20-05-2021

અરે વાહ, ખૂબ સરસ મજાનું ગીત. ન કોઈ ને ફરિયાદ, ન રોદણાં..
પરિસ્થિતિને સ્વીકારી લઈને રસ્તો કાઢવાનું વલણ.
રેખા બેન આને લતાબેન બંને ને અભિનંદન.

દિલીપ ભટ્ટ

20-05-2021

આજના સાંપ્રત સમયમાં, અંતરથી જે સુજે તે રેખાબેને પ્રસ્તુત કર્યું છે….
ખૂબ સુંદર,સરળ લોકબોલી માં રજુઆત,અને તેનાથી સુંદર પઠન..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top