મણિલાલ દેસાઈ ~ બોલ વ્હાલમના

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં….
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના….
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના….. 

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને, વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના……. 

કવિ મણિલાલ પટેલની પૂણ્યસ્મૃતિમાં આ ગીત 

4.5.21

કાવ્ય : મણિલાલ દેસાઈ સંગીત: અજિત શેઠ સ્વર: નિરુપમા શેઠ

***

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

04-05-2021

કવિ શ્રી મણિલાલ પટેલ નું આ સદાબહાર ગીત માણવાની મજા પડી. વાંચતાં જ એક નવોઢા નું ચિત્ર આંખો સામે ઉપશે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top