કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો
છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો
બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો
આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો
ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો
લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
– કવિ દાદ
હમણાં જ જેમને પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા હતા એવા લોકપ્રિય કવિ દાદબાપુએ ગઇકાલે દેહ છોડી દીધો !
એમના આત્માને વંદન. એમના જ અવાજમાં એમનું અતિ આ લોકપ્રિય ગીત સાંભળો.
27.4.21
કાવ્ય : કવિ દાદ : કાળજા કેરો કટકો * કવિમુખે
*****
દીપક વાલેરા
02-05-2021
અમર ગીત ચાલીસ વર્ષ થી લોક જીભે રમતું લગ્નવિદાય ગીત
દાદ બાપુને અમર કરી દીધા
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
28-04-2021
કવિ દાદબાપુની આમ અચાનક વિદાયથી ગુજરાતે એક અનોખો સહ્રદયી ઉમદા શબ્દોનો ગીત કવિ ગુમાવ્યો છે. કવિતા લોકોના હૈયામાં અને હોઠે રહે એજ એમની ઉપલબ્ધિ છે, દાદબાપુ એ રીતે અમર રહેશે.
