શૈલેષ પંડ્યા ‘નિશેષ’ ~ હું નથી * Shailesh Pandya ‘Nishesh’

હું નથી આ હું ને તું પણ તું નથી,
જીવતરમાં એટલે ખુશ્બુ નથી.

છે કસુંબલ પ્રેમનો પ્યાલો ભલા,
આંખ એની બીજુ કંઈ જ કશુ નથી.

આ નદી હરખે ગઈ સાગર કને,
સાગરે કંઈ આવવા કીધું નથી.

હાથ મહેંદી મુકેલા સોંપ્યા પછી,
ઘરનું ઘર પાસે કંઈ બચ્યું નથી.

ઓરડાનું રડવું એ શું જાણે ?
આંસુ જેણે કોઈનું લુછ્યું નથી.

ઓ હવા! જાસો તું કાં દે મોતનો,
શ્ચાસ સિવાય મે કંઈ લીધું નથી.

બાંકડો આ બાગને એકાંત મારું,
આ હયાતી નામે કંઈ બીજુ નથી..

શૈલેષ પંડ્યા ‘નિશેષ’

સંબંધોમાં સતત સહવાસ એક જડતા લાવી શકે છે અને સંબંધને સુગંધ વગરનો બનાવી શકે છે, પહેલા શેરમાં આ વાત કેવી સરસ રીતે કહી છે ! ત્રીજો શેર પણ એટલો જ ગમ્યો.

10.4.21

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “શૈલેષ પંડ્યા ‘નિશેષ’ ~ હું નથી * Shailesh Pandya ‘Nishesh’”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    હવા સાથે મિત્ર જેવો સંવાદ કરતા કવિની સ-રસ ગઝલ

Scroll to Top