ધ્વનિલ પારેખ ~ વૃક્ષો એ વાતે

વૃક્ષો એ વાતે ગભરાયાં,
ખર ખર ખર ખરવાની કાયા.

હદથી વધુ આ ક્યાં ફેલાયા ?
માણસથી છૂટે ના માયા.

જે પડછાયા થઈને ફરતા
માણસ સઘળા ક્યાં સમજાયા ?

જે ભીંતો બોલે છે સાચું,
સઘળા ખીલા ત્યાં ઠોકાયા.

ધ્વનિલ પારેખ

ટૂંકી બહરની સચોટ ગઝલ. ‘વૃક્ષો’ શબ્દ સામાન્ય રીતે નિસ્પૃહી ભાવોના સ્પંદન ફેલાવે છે  પણ  કવિએ એનું મજાનું માનવીયકરણ કરી નાખ્યું…. છેલ્લો શેર તીર જેવો. એના ધ્વન્યાર્થ કેટલી દિશામાં વિસ્તરે ! વાહ….

18.3.21

*****

દિનેશ ડોંગરે નાદાન

13-04-2021

ધ્વનિલ પારેખનું સુંદર કવ્ય વાહ

કિશોર બારોટ

13-04-2021

ધ્વનિલ ભાઈની હૃદયસ્પર્શી રચના.
કવિને વંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top