ઉદાસીનું ધુમ્મસ ખસે છે જ ક્યાં?
પથ્થરનાં ફૂલો હસે છે જ ક્યાં?
ડામરની સડકો ને ચોરસ મકાનો,
શહેરોમાં માણસ વસે છે જ ક્યાં?
અમે ધૂપસળી થઇને સળગી રહ્યાં,
મંદિરની મૂરત શ્વસે છે જ ક્યાં?
નહીં તો ન જીવતો રહ્યો હોઉં હું,
સ્મૃતિઓના સર્પો ડસે છે જ ક્યાં?
– પુરુરાજ જોષી (14.12.1938 – 12.12.2020)
આ કપરા કાળે આપણી પાસેથી અનેક સારસ્વતો છીનવી લીધા. કવિના જન્મદિને જ એમના મૃત્યુને અંજલિ આપવા એમનું કાવ્ય મૂકવાનું બને એ ખૂબ પીડા આપનારી બાબત છે પણ કુદરત સામે લાચાર! શહેરવાસ અને આધુનિક જીવન પર એમનો કટાક્ષ ધારદાર છે.
‘નહીં તો ન જીવતો રહ્યો હોઉં હું, / સ્મૃતિઓના સર્પો ડસે છે જ ક્યાં?’ જાણે પોતાના મૃયુની આગાહી ! એમની સ્મૃતિના સર્પો એમની નજીકના લોકોને સાપની જેમ ડસ્યા કરશે !
14.12.20
પ્રફુલ્લ પંડ્યા
13-04-2021
કવિશ્રી મેધબિન્દુ નું ગીત સમજણની કેડી શોધતાં માણસનું અત્યંત પ્રાસાદિક કાવ્ય માણ્યું. ટહૂકાઓ ગોઠવવાની મથામણ અહીં થોડીક રોમેન્ટિક બનીને પ્રસન્નતાનો અનુભવ કરાવી ગ ઈ !
! આભાર , આભાર, કાવ્ય વિશ્વ તારો આભાર ! પ્રફુલ્લ પંડ્યા
