ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ ~ ‘મઝધાર’માંથી Purushottam Mevada

હોય જો હેમ તો તાપ ખમવો પડે
જેમ સોની કરે, ઘાટ ધરવો પડે. ***

જોઈ એને ઓ હૃદય તું ના ધબક
એ જ દેશે ઘાવ છાંટી નમક ! ***  

રેલના પાટા સામો સંબંધ છે
આપણો કેવો ઋણાનુબંધ છે ! ***

બધાં ઘુવડ બની બેઠાં છતાં
અઘોરી મૌન પીગળતું રહે.***

આંસુનો ઇતિહાસ લખો
આંસું શું છે ? ખાસ લખો. ***

દમ નથી વાતમાં ને શું પૂછ્યા કરે ?
એટલે મૂછમાં ‘સાજ’ મલકયા કરે.***

વડોદરાના આ કવિના કાવ્યસંગ્રહ ‘મઝધાર’ (2017)માંથી ચૂંટેલા શેર રજૂ કર્યા છે. કવિ સતત કવિતાના પ્રવાસમાં છે. કવિતા જ એમની મંઝિલ છે અને ‘વેણુનાદ’માં કવિ કૃષ્ણપ્રેમમાં લયલીન છે.. એમનો આ પ્રેમ પણ કવિતામાં વહ્યા કરે છે.  

‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે

મઝધાર * ડો. પુરુષોત્તમ મેવાડા, ‘સાજ’ * ધબક 2017

 

***

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ ~ ‘મઝધાર’માંથી Purushottam Mevada”

Scroll to Top