લતા હિરાણી ~ જીવ્યા એટલું * Lata Hirani

જીવ્યા એટલું જીવવાનું કૈં ?   
રોજ મોજમાં રે’વાનું ભૈ !

શ્વાસે શ્વાસે ઊડવું રે, નૈ?  
ગાતા રે’વું નવું કવન ભૈ.

બહુ બહુ હું તો નીંદરમાં રૈ
તોયે એણે સંભાળ્યું ભૈ.

સમજણ તો છે સરવાણી સૈ  
લે એને તું પરમાણી ભૈ.

ધજા થઈને ઉડવું રે દૈ  
ને મારગમાં ખૂટવું રે ભૈ.

~ લતા હિરાણી

31.12.22

દૈ – દૈવ

પ્રફુલ્લ પંડ્યા

આજે નવલાં વર્ષની સુંદર પ્રભાતે પ્રિય ” કાવ્ય વિશ્વ” માં આપની તસ્વીર અને સુંદર ગીત વાંચીને આનંદનો ઉદધિ ઉછળ્યો અને નવા વર્ષનું દમદાર ” સ્ટાર્ટ અપ” મળ્યું.ગીતનું વિશ્વ ગહનતાની સરળ સહજ ભાવ – ઉછાળ અભિવ્યક્તિ છે.તમારી આ કૃતિમાં ભાવસભર ઉદ્દગારો ભાવકને ભીંજવે છે. હાર્દિક અભિનંદન !
પ્રફુલ્લ પંડ્યા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

21 thoughts on “લતા હિરાણી ~ જીવ્યા એટલું * Lata Hirani”

  1. ઉમેશ જોષી

    ધજા થઇને ઉડવું રે દૈ..
    વાહ હ્રદય ગમ્ય છે રચના.
    અભિનંદન.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    આપણી મીઠડી ગુજરાતી ભાષાનો એક સરસ એકાક્ષરી રદીફ ભૈ લઈને લતાબેને સરળ ભાવપૂર્ણ ગઝલ આપી છે. અભિનંદન,લતાબેન.

  3. અરે વાહ… ટૂંકું ને મજાનું ગીત…!
    સરસ ઉપાડ અને સરળ વહેતો લય…! વાહ
    નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ, લતાબેન 🙏😊
    તમને પણ….કાવ્યવિશ્વને પણ…

  4. “રોજ મોજમાં રે’વાનું ભૈ !”
    ખૂબ સરસ, આનંદમાં રહેવું આત્માની પ્રકૃતિ છેં. આપને અને કાવ્યવિષ્વને વર્ષ ૨૦૨૩ની શુભેચ્છાઓ.

  5. Kirtichandra Shah

    મારા પહેલાના રસિક જનોએ પ્રેમપૂર્વક જે કંઈ કહ્યું છે તે એકદમ સાર્થક છે ધન્યવાદ

  6. સુરેશ 'ચંદ્ર'રાવલ

    લતાબેન….લૈ સૈ ભૈ લઈને સુંદર કાવ્ય બન્યું છે…ધજા થૈ ઉડવાની વાત તો ભૈ ખૂબ ગમી…કાવ્ય ધજા બની ફરફરી રહ્યું છે…આપને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ….

  7. સોનલ પરીખ

    વાહ રે વાહ સૈ, ઉડયા છો સ્વચ્છ આકાશે, એવી જ સુંદર પાંખો લઈ

Scroll to Top