મકરંદ દવે ~ અમે રે સૂકું રુનું પૂમડું Makarand Dave

અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે, સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈખાધું ઈધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર
આવો, રે આવો હો જીવણ, આમના.

~ મકરંદ દવે

સંતકવિની પૂણ્યતિથીએ સ્મૃતિવંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “મકરંદ દવે ~ અમે રે સૂકું રુનું પૂમડું Makarand Dave”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    મકરંદ ભાઇનું આ ગીત અધ્યાત્મ સાધકનું મનોગત છે. સંગીત ભવન ટ્રસ્ટ તરફથી મકરંદભાઇના ગીતોના સ્વરાંકન થયેલ છે તે પણ મધુર અને યાદ રહી જાય તેવા છે.

Scroll to Top