બાલમુકુંદ દવે ~ ફાગણ ફટાયો આયો * Balmukund Dave

ફાગણ ફટાયો આયો ~ બાલમુકુન્દ દવે

ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે

પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.

કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીંજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈ ના કોરું રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!

~ બાલમુકુંદ દવે (7.3.1916 – 28.2.1993)

કવિ બાલમુકુન્દ દવેનો આજે જન્મદિવસ અને આજે ધૂળેટી….. કવિ કહે છે, ‘કોઈ ના કોરું રહી જશો…..

કાવ્યસંગ્રહ: ‘પરિક્રમા’., ‘કુંતલ’. બાળકાવ્યસંગ્રહ: ‘સોનચંપો’, ‘ઝરમરિયાં’, ‘અલ્લક દલ્લક’.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “બાલમુકુંદ દવે ~ ફાગણ ફટાયો આયો * Balmukund Dave”

  1. ફંટાયા ફાગણનો મિજાજ કાવ્યમાં બરાબર ઝીલાયો છે. કવિને નમન.

  2. આ ગીત ફાગણ ફટાયો રેડિયો પર આવતું હતું.

  3. ઉમેશ ઉપાધ્યાય

    ગુજરાતી ભાષાના અદ્ભૂત કવિને વંદન 🙏🏻🙏🏻🙏🏻

Scroll to Top