હનીફ સાહિલ ~ અરુંપરું આંખેામાં * Hanif Sahil

અરુંપરું આંખેામાં સમણાં સરક્યાં હો જી
મારી ભીતર તેજ તમસનાં પ્રગટયાં હો જી

ઊંડે ઊંડે લોહીમાં તરતા પડછાયા
શ્વાસે શ્વાસે અત્તર થઈને મ્હેંકયા હો જી

અધરાતે મધરાતે કોના પગરવથી આ
ઝબ્બ દઈને સમણાંમાંથી ઝબક્યા હો જી

પડછાયાનો સ્પર્શ થતાં અંધારું ગ્હેક્યું
અલકમલકનાં રાજ અમારાં મલક્યાં હો જી

~ હનીફ સાહિલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “હનીફ સાહિલ ~ અરુંપરું આંખેામાં * Hanif Sahil”

Scroll to Top