દર્શક આચાર્ય ~ તારા સ્મરણમાં વૃક્ષો * Darshak Aacharya

તારા સ્મરણમાં વૃક્ષો, મારા સ્મરણમાં પંખી
એવી પળોની જોઉં હું રાહ કંઈ યુગોથી……

તારા શરણમાં ખુશ્બૂ, મારા શરણમાં શ્વાસો
બેઠા છીએ નિરાંતે નાભિકમળને ખોલી…..

તારા કહ્યામાં દરિયો, મારા કહ્યામાં હોડી
એથી દસે દિશાને દીધી પછી વિસારી….

તારી નજરમાં સૂરજ, મારી નજરમાં સંધ્યા
આવે છે યાદ પેલા પ્હાડો ઉપરની દેરી….

તારા ચરણમાં નભ ને મારા ચરણમાં ધરતી
તારી અને છે મારી એથી સળંગ હસ્તી….

~ દર્શક આચાર્ય

દર્શકભાઈની, એક અલૌકિક અનુભૂતિ આપતી તાજી ગઝલ. જુઓ આ શેર ‘તારા શરણમાં ખુશ્બૂ, મારા શરણમાં શ્વાસો,

બેઠા છીએ નિરાંતે નાભિકમળને ખોલી’. એવો જ છેલ્લો શેર!

દરેક શેર કોઈ પરાવાસ્તવને નિર્દેશતા હોય એવું લાગે.

આવી અનુભૂતિ વારંવાર નથી આવતી. અનુભૂતિને પ્રગટ કરી શકે એવા શબ્દોય વારંવાર નથી મળતા.

નિરાંતે વાંચવાની અને મનને વિસ્તરતું જોવાની ગઝલ.

અર્થની આભા અદભૂત છે પણ મારે કાફિયા બાબત કવિને પૂછવું પડ્યું. કવિની સ્પષ્ટતા હતી, ‘ઈ’કાર એ છે કાફિયા.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

9 thoughts on “દર્શક આચાર્ય ~ તારા સ્મરણમાં વૃક્ષો * Darshak Aacharya”

  1. લલિત ત્રિવેદી

    સંઘેડાઉતાર ગઝલ… … સરસ. .. ટૂંકો આસ્વાદ

Scroll to Top