પ્રફુલ્લા વોરા ~ લઈને દોડું છું * Prafulla Vora

રેતીના દરિયામાં ફૂલોની નાવ લઈને દોડું છું
કોઈ અચરજ જેવા માણસનો દેખાવ લઈને દોડું છું…..

છે ભીડ અહીં એકલતાની ને શહેર દીસે સન્નાટાનું
ને નામ વગરના સ્ટેશનનો સંભાવ લઈને દોડું છું…..

કોઈ પંખી માફક પાંખ લઈ ઊડીને જાવું ક્યાં સુધી?
હું સાવ ગબડતા મારગનો ઢોળાવ લઈને દોડું છું….

આ રેશમિયા સંબંધોનો વ્યવહાર મને મંજૂર નથી,
બસ, અંગત અંગત પથ્થરિયો ઘેરાવ લઈને દોડું છું….

મનગમતા રંગોને બદલે આંખોમાં ઊગી ગ્યા થોર પછી
જખ્મોથી છલકતાં લોહી તણો ઘેરાવ લઈને દોડું છું….

~ પ્રફુલ્લા વોરા

ખૂબ સરસ લખતાં કવિ પ્રફુલ્લા વોરાને કેન્સરે આપણી પાસેથી છીનવી લીધા……

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “પ્રફુલ્લા વોરા ~ લઈને દોડું છું * Prafulla Vora”

  1. ખુબ સરસ મજાની રચના કવિ શ્રી ની ચેતના ને પ્રણામ કાવ્યવિશ્ર્વ સાહિત્ય જગત ની તમામ માહિતી આપણા સુધી પહોંચાડે છે ધન્યવાદ

Scroll to Top