હીરાબહેન રા. પાઠક ~ પૃથ્વી કેરું સ્વર્ગ * Hirabahen Pathak

પૃથ્વી કેરું સ્વર્ગ

શીળી સવાર

સ્વામી ગૃહદેવતા !

ગૃહ મહીં પ્રવેશતાં વેંત

આ હું ભાળું છું તે શું?

ચક્ષુચિત્ત એક સંગે

ચાલે નહિ તસુ

આ અવાવરુ ઘર

આ ફરસ

નિત્યે કેવી ઝળાંહળાં સ્વચ્છ!

કો નિર્મળ વદન શું

પ્રતિબિંબિત પદાર્થ રજેરજ.

તે આજ છાઈ ગઈ

મલિન મ્લાન આવરણરજ :

મહીંથી પ્રકાશી ઊઠે

જાણે વદે વડું અચરજ.

પરસ્પર ફરશ આ

 ગુફતેગો ગુંજી રહી

વાચા વડે વિસ્મય વદી રહી

’મુજ પરે – મુજ પરે,

ગૃહસ્વામી પદાંકન “

એવું ઘેરું ઘેરું ગીત ગાય.

’લાવ પગલાં હું વીણી લઉં – હૈયે ધરું’

એવું મને થાય.

એ જ

લિખિતંગ

ઝૂરતી આ ગૃહિણીના ઝાઝેરા જુહાર.

~ હીરાબહેન રામનારાયણ પાઠક

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top