હીરાબહેન પાઠક ~ હવે તો * Hirabahen Pathak

હવે તો માળામાંથી ઊડું * હીરાબહેન પાઠક

હવે તો માળામાંથી ઊડું !

બસ, બહું થયું

કયાં લગી આમ ભરાઇ રહેવું ?

સાવ ઘરકૂકડી !

હા, માળામાં છે,

મારા સુંવાળા સુખ શાંતિ,

પણ આ દૂરનું આકર્ષણ,

તો છે આભ, મારી ગતિ

હવે એ જ સન્મતિ,

હું જીવું મારા વતી..

પાંખોમાં વિદ્યુત સંચાર

અડધા ચરણ  માળામાંહ્ય,

અડધા કેવા ઉંચકાય!

ચંચુ ને ચક્ષુ આભે ધાય

કરું ગતિ ઉતાવળી..

આ હું ઊ…..ડી ચલી ! 

~  હીરાબહેન પાઠક

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “હીરાબહેન પાઠક ~ હવે તો * Hirabahen Pathak”

Scroll to Top