સ્નેહરશ્મિ ~ મારી નાવ કરે કો’ પાર? * Snehrashmi

મારી નાવ કરે કો’ પાર?
કાળાં ભમ્મર જેવાં પાણી,
જુગ જુગ સંચિત રે! અંધાર;
સૂર્યચંદ્ર નહિ, નહિ નભજ્યોતિ,
રાતદિવસ નહિ સાંજસવાર!
મારી નાવ કરે કો’ પાર?

ભાવિના નહિ પ્રેરક વાયુ,
ભૂત તણો દાબે ઓથાર;
અધડૂબી દીવાદાંડી પર
ખાતી આશા મોતપછાડ!
મારી નાવ કરે કો’ પાર?

નથી હીરા, નથી માણેક મોતી,
કનક તણો નથી એમાં ભાર;
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
તારી કોણ ઉતારે પાર?
મારી નાવ કરે કો’ પાર?

~ સ્નેહરશ્મિ

કવિના જન્મદિને સ્નેહવંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “સ્નેહરશ્મિ ~ મારી નાવ કરે કો’ પાર? * Snehrashmi”

  1. પ્રભુ વિના કોણ ઉતારે પાર!
    ખૂબ ગહન ગીત. કવિશ્રીને સ્મરણ વંદન.

Scroll to Top