
શ્વાસના હપ્તા ભરી આ આયખું આંબી શકું!
જર્જરિત ખંડેરને હું કાશ ટેકાવી શકું.
મૌન તું એવું ધરી લે, ક્યાં કશું ધારી શકું?
એક અક્ષર તું કહે તો વાતને વાવી શકું.
વાયરો કાયમ તો વાસંતી વહે ના બાગમાં
પાંદડાં પીળાં થતાં હું ક્યાં સુધી ટાળી શકું?
શબ્દના સહવાસથી સ્પર્શે મને તું જે રીતે
કાશ તારો સ્પર્શ ગઝલોમાં હું આકારી શકું.
ચીસના પડઘા ગળી બેઠી છે ભીંતો ઓરડે
સાદ દઈ ટહુકો ઉગાડી ભીંત ત્રોફાવી શકું.
~ પૂર્ણિમા ભટ્ટ ‘શબરી
કવિશ્રી ખલીલ ધનતેજવીની પંક્તિ પરથી..ગઝલ
“ઝેરનો પ્યાલો રસ્તામાં બદલાઈ ગયાની અફવા છે.”
સરસ પ્રયાસ છે.

સરસ ગઝલ ખુબ ગમી અભિનંદન
શ્વાસના હપ્તા ભરવાની વાત ગઝલમાં સરસ રીતે આવી છે.અભિનંદન.
સાદી સરળ ગઝલ.. સૌને ગમે એવી.. અભિનંદન.
વાહ, ખૂબ જ સરસ ગઝલ.
વાહ, ખૂબ જ સરસ ગઝલ
વાહ વાહ લાજવાબ ગઝલ 👌⭐😊🙏
ખૂબજ સુંદર ગઝલ મા..❤️
Thank you લતાબેન..
ખૂબ સુંદર રૂપકો યોજ્યા છે, બહેન પૂર્ણિમાએ. વાહ!