વિનોદ જોશી ~ પહેલો શ્વાસ * Vinod Joshi

મેં પહેલો શ્વાસ લીધો

એ જ ક્ષણે ચાલ્યું ગયું 

મારું મૃત્યુ મારાથી દૂર,

મારી સંમતિ વગર મને જીવન આપીને.

મેં તો શ્વાસ લીધો હતો

કંઈ જીવન માંગ્યું નહોતું.

મેં ત્યારે જ ગુમાવી દીધું હતું

અનાયાસ મળેલા મારા મૃત્યુને.

એ ક્ષણ પછી

મારાથી એ દૂર દૂર ભાગતું જ રહ્યું છે.

હવે એ કહે છે:

હું પાછું આવીશ મારી મરજીથી

હું કહું છું:

ભલે આવ

પણ તારી મરજીથી નહીં

પહેલો શ્વાસ તેં મને આપ્યો હતો

હવે છેલ્લો શ્વાસ આપીશ હું તને

મારી મરજીથી…

~ વિનોદ જોશી

વિનોદભાઈના કાવ્યોમાં નોખું જ તરી આવતું કાવ્ય. કેટલા અધિકારથી અને ખુમારીથી આ કાવ્યનો કવિ અંત લાવે છે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “વિનોદ જોશી ~ પહેલો શ્વાસ * Vinod Joshi”

  1. Kirtichandra Shah

    જુદીજ ભાતની રચનાઓના બાદશાહ કવિ વિનોદ જોશીને ધન્યવાદ

  2. હરીશ દાસાણી.મુંબઈ

    જીવન અને મૃત્યુનો જોશીલો સંવાદ

  3. વિનોદભાઈ જે કાંઈ રચે એ લાજવાબ બની જાય છે.અભિનંદન.

  4. 'સાજ' મેવાડા

    આવી મરજી તો કવિ જ દાખવી શકે!

Scroll to Top