સુરેશ દલાલ ~ આપણી રીતે * Suresh Dalal
આપણે આપણી રીતે રહેવુંખડક થવું હોય તો ખડક નહીં તો નદી જેમ નિરાંતે વહેવું ! ફૂલની જેવું ખૂલવુંઅને ડાળની ઉપર ઝૂલવું,ભમરાનું ગીત કાનમાં આંજીકાંટાનું રુપ ભૂલવું.મૂંગા થઈને સહેવું અને કહેવું હોયતો પંખીની જેમ કહેવું !ખડક થવું હોય તો ખડક :નહીં તો નદી જેમ નિરાંતે વહેવું ! પગલાં ભૂસી ચાલતા થવુંપંથની ઉપર મ્હાલતા જવુંઆનંદ આનંદ વેરતાં
