કૃષ્ણ દવે – ઓનલાઈન * Krushna Dave
ઝરણાંને ઓનલાઈન ભણવું ના હોય અને ટેકરીઓ પકડાવે કાન ! પ્હાડ જેવા દાદા તો હંમેશાં ક્યે છે કે કરવા દ્યો થોડાક્ તોફાન. ભેખડ નથી કે નથી ભૂસકાં નથી કે નથી ક્યાંય એના મનગમતાં ઢાળ.“સીધી સપાટ સ્ક્રીન જોઈ ઊંઘી જાય છે” નું ઝરણાંના માથા પર આળ. મમ્મી પપ્પા તો સાવ ભોળા તે માની લે, જે પણ સમજાવો
