નરસિંહ મહેતા – એવા રે અમો * Narsinh Maheta
એવા રે અમો એવા રે, વળી તમે કહો છો તેવા રેભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. જેનું મન જે સાથે બાંધ્યું, પહેલું હતું ઘર રાતું રેહવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે ગાતું રે. કરમ-ધરમ ની વાત જેટલી, તે મુજને નવ ભાવે રેસઘળા પદારથ જે થકી પામ્યો, તે મારા પ્રભુજીની
