નાવિક વળતો બોલીયો, સાંભળ મ્હારા સ્વામ
સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ.
વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર
અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર.
આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ-પાષાણ એક.
આજીવિકા ભાંગે માહરી, આગે એક સ્ત્રી છે ઘેર
બે મળીને શું જામે ? શી કરું તાં પેર ?
હસી વિશ્વામિત્ર બોલિયા ચરણ-રેણે સ્ત્રી થાય;
તે માટે ગંગાજળ લેઇને, પખાલો હરી-પાય.
હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ
નાવિકે ગંગાજલ લેઇને, પખાલ્યા તાં ચર્ણ.
~ ભાલણ