રસિકલાલ પરીખ ‘મૂસિકાર’ ~ સદા મંગલમ્ * Rasiklal Parikh
સદા મંગલમ્ આર્યોએ હિતદૃષ્ટિથી જગતને જોઈ વ્યવસ્થા કરી વર્ણો ને પુરુષાર્થ આશ્રમ તણી, જેથી કરી માનવીઆપોઆપ ચડે ક્રમે ક્રમ ધરી ઉત્કર્ષને સાધતો;એવો મંગલ આર્યધર્મ-મહિમા સાધો સદા મંગલમ્ ચારે આશ્રમમાં ગૃહસ્થ ઉપરે જીવે બધા આશ્રમો;ગાર્હસ્થે દૃઢતા અને સુભગતા દાંપત્ય-પાયા પરે;દાંપત્યે રતિ તો પરસ્પર તણી આસ્થા વિશે ખીલતી;એ આસ્થા તમ દંપતી-હૃદયમાં સાધો સદા મંગલમ્ ચક્ષુરાગ થકી રુચે
