હસિત બૂચ ~ રંગપિયાલો
રંગપિયાલો ચડ્યો, રગેરગ રંગપિયાલો ચડ્યો;ક્ષણભર પણ વીંટળાઈ આપણે અમર માંડવો રચ્યો. રૂં-રૂં ફૂલ થઈ મઘમઘિયાં,સુરભિ શ્વાસ છવાઈ;હોઠ મળ્યાં, ઉરપરણ લહરિયાં,બજી મૌનશહનાઈ;અહો, આપણા આશ્લેષે શો અમલ નિરાળો ધર્યો ! ગગન બારીએ ઝૂક્યું-હરખ્યું,ક્ષિતિજ આંખ મલકાઈ;અહો, ઓરડે કેસર વરસ્યું,પીઠી અલખ લગાઈ;અમી આપણે લૂંટ્યું-લુટાવ્યું, કાળે મુજરો ભર્યો ! ~ હસિત બૂચ ભરચક શૃંગાર અને છતાં સંયત રજૂઆત ! વાહ
