મનહર મોદી ~ તારો ચહેરો * Manhar Modi

તારો ચહેરો કરે છે વાત પછી ખબર પડી,વાતાવરણની જેમ તું જ્યારે મૂંગી બની સરખામણીની રીત સફળ શી રીતે થશે?લાગે છે આપનાથી જુદી છાયા આપણી. ત્યારે હળીમળીને રહું છું હું મારી સાથજ્યારે ન હોય મારી કને મારી હાજરી મારો વિકાસ મારાથી આગળ વધી ગયોપગલીઓ મારી મારાથી પાછળ રહી ગઈ જાણીબૂઝીને સ્થિર ઊભી છે યુગો થકીમારી વિચારભોમમાં

રમેશ પારેખ ~ પંખી Ramesh Parekh

પંખી ક્યાં ગાય છે?ના રે, ના! પંખી ક્યાં ગાય છે?પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે!આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોના કાંડઆ બાજુ પંખીઓ બેસતાં એ ઝાડવાંની એક એક ડાળી બ્રહ્માંડના, રે! પરભાતિયું ક્યાં થાય છે?આવડે તો પીઓ, આ પંખીના કલરવથી રસબસતો તડકો ઢોળાય છેતાજપથી નાહેલું ઝાડવું હવામાં જેમ

સાબિર વટવા ~ લલાટ રેખાઓને

લલાટરેખાઓને ઘસવી પડી છે,ઘણી વેળાઓને હસવી પડી છે. ચકાસી છે ઘણી ધીરજ ધરીને,અનેક આશાઓને કસવી પડી છે. ઘણી ઘટનાઓ જીરવી છે અચાનકકો અણગમતી રમત રમવી પડી છે. હજારો વાર પીધા છે એ ઘૂંટડા,મુહબ્બત અમને તો કડવી પડી છે. ગમી છે તો ગણો આભાર, ‘સાબિર’,કથા સદભાગ્યની રડવી પડી છે. ~ સાબિર વટવા

Scroll to Top