હનીફ સાહિલ ~ કબૂલ મને * Hanif Sahil

કોઈપણ  હો  ડગર, કબૂલ મને,એની  સાથે  સફર,   કબૂલ મને. એક એનો વિચાર, એનું સ્મરણસાંજ  હો  કે  સહર, કબૂલ મને. કોઈ પણ  સ્થાન તને મળવાનુંકોઈ  પણ  હો પ્રહર, કબૂલ મને. તારી  ખુશ્બૂ  લઈને   આવે  જેએ  પવનની  લહર, કબૂલ મને. જે  નશાનો  ન  હો  ઉતાર કોઈએ  નશીલી  નજર,  કબૂલ મને. ખૂબ  જીવ્યો  છું  રોશનીમાં   હુંઆ તિમિરતમ કબર, કબૂલ

🌹વિશેષ: 30 માર્ચ 2023🌹

🌹દિનવિશેષ: 30 માર્ચ 2023🌹 રોજ દીવા ક્યાં કરું ? જ્યોત અંદર દે મને. ~ પ્રહલાદ જાની ‘તન્હા’ યે રાતેં નઇ પુરાની, આતે આતે-જાતે કહતી હૈ કોઈ કહાની ~ *આનંદ બક્ષી વિષ્ણુ મહેતા ‘વિશ્વેશ’ ‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો. www.kavyavishva.com  પ્રારંભ 9 ઓક્ટોબર 2020

🌹વિશેષ: 29 માર્ચ 2023🌹

🌹દિનવિશેષ: 29 માર્ચ 2023🌹 ચલો ગીત ગાઓ,ચલો ગીત ગાઓ ; કિ ગા-ગા કે દુનિયા કો સર પર ઉઠાઓ. ~ ભવાનીપ્રસાદ મિશ્ર સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું ; માણસને આવડી ન હકીકત થવાની વાત. ~ *હરીન્દ્ર દવે ઉપડ્યા લઈ પયગામ, હંસલા! સરવર નીલ સલામ ; ગગનવિશાળા ગામ, હંસલા! સરવર નીલ સલામ ~ *દામોદર ભટ્ટ  ‘સુધાંશુ’

હરીન્દ્ર દવે ~ મને ખ્યાલ પણ નથી * Harindra Dave

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી. તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી. મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી. કંટકની માવજતમાં અચાનક ઘણી વખત ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ

હરીન્દ્ર દવે ~ કાનુડાને બાંધ્યો છે * Harindra Dave

કાનુડાને બાંધ્યો છે હીરના દોરેબાળુડાને બાંધ્યો છે હીરના દોરે કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવાઆંગળીથી માખણમાં આંક્યાંનાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં; એના હોઠ બે બિડાયા હજી તોરેકાનુડાને બાંધ્યો છે હીરના દોરે. માથેથી મોરપિચ્છ હેઠે સર્યું; ને સરીહાથેથી મોગરાની માળા,આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠુંકાનકુંવર શું ઓછા હતા કાળા?

Scroll to Top