🌹 દિનવિશેષ : 25 માર્ચ 2023🌹

🌹 દિનવિશેષ : 25 માર્ચ 2023🌹 www.kavyavishva.com અજાણતાં સહેજ અડી જતાંમાં, ઈંડું દડયું નીડથી ભોંય ફૂટયું; હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો ~ ઇન્દુકુમાર ત્રિવેદી કેટલી ખામોશ છે, કારણ હશે ; દૂઝતા હૈયે કોઈના વ્રણ હશે. ~ આશિત હૈદરાબાદી નજર લાગી જવાનો જેમને ડર હોય છે ‘નૂરી’; હું બંધ આંખો કરીને એમનાં દર્શન કરી લઉં છું

🌹દિન વિશેષ 24 માર્ચ🌹

🌹દિન વિશેષ 24 માર્ચ🌹 www.kavyavishva.com જ્યારે તમે બહુ ઊંચે ચડો છો, બહુ ઊતરો છો ઊંડે, ત્યારે, ત્યારે તમે રહી જાવ છો પાછળ એકલા ~ યજ્ઞેશ દવે પૃથ્વી પાખંડે ખાધી રે, સત્યની શોધ નથી લાધી.. ~ *છોટાલાલ કાલિદાસ ત્રવાડી ‘છોટમ’ ‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો. ‘કાવ્યવિશ્વ’ પ્રારંભ 9 ઓક્ટોબર 2020

મનહર મોદી ~ એમની આંખમાં * Manhar Modi

એમની આંખમાં મઢેલું છેએક સપનું મને જડેલું છે. આમ દેખાય છે સાવ સીધું મનછેક ઊંડે જુઓ, વળેલું છે. બંધ આંખોમાં બે સૂરજ જેવુંએક આખું જગત ભરેલું છે. થરથરે છે બિચારું સુખ એનુંજોઈને મારું મન ડરેલું છે. દોડશે હું ને મારો પડછાયોએ જ જોવાનું, કોણ પહેલું છે. ~ મનહર મોદી

Scroll to Top