મનહર મોદી ~ એ જ છે *Manhar Modi

એ જ છે મારા પરિચયની કથાગાલગા ગાગાલગા ગાગાલગા જિંદગી છે દાખલો વ્યવહારનોપ્રેમ પર આડા ઊભા લીટા થયા મૂક થઈ ઊભા રહી જોયા કર્યુંમૌન દ્વારા પ્રશ્ન પૂછ્યા સામટા એમણે મુજ સ્થાન સમજાવી દીધુંઆંગળીથી નખ કરીને વેગળા એમની આંખોથી ઘર ખાલી કરુંકોઈ દર્શાવો મને એવી જગા ~ મનહર મોદી

મનહર મોદી ~ ખૂબ પીડે છે * Manhar Modi

ખૂબ પીડે છે દર્દ ઉપરથી,કોતરે છે પછી અંદરથી. બારણું ઊઘડે છે અંદરથી,કોણ ઊતરી રહ્યું છે ઉપરથી? હું ગયો છું અહીંથી ઉપરથી,ને પણેથી ગયો છું અંદરથી. જાય છે કોણ કોણ અંદરથી?આંખ ઊઘડે તો જોઈ ઉપરથી. હું થયો ખૂબ લાંબો ઉપરથી,ને પછી પહોળો થયો અંદરથી. ~ મનહર મોદી

મનહર મોદી ~ ગયાં વર્ષો * Manhar Modi 

ગયાં વર્ષો હવે આવ્યાં – અને આઘાત ચાલે છે,સવારે કોણ જાણે કેમ એવી વાત ચાલે છે. ઘણી વેળા મને થઈ જાય કે મારા ઉપર પડશે,અચાનક આંખમાં ઊગીને કેવી રાત ચાલે છે! બને તો એમને કહેજો કે ખુશબો મ્યાનમાં રાખે,બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે. હકીકતના બધા દરવાજા તાળું શોધવા લાગ્યા,કોઇ ઊંઘી ગયું છે એનો પ્રત્યાઘાત ચાલે છે. સમયનું નામ મુઠ્ઠી હોય તો એ ખોલવી પડશે,-અને ઘડિયાળમાં કાંટા દિવસ ને રાત ચાલે છે. ~ મનહર મોદી

🌹દિન વિશેષ 23 માર્ચ🌹

🌹દિન વિશેષ 23 માર્ચ🌹 www.kavyavishva.com ધારો કે હું ધારું છું, હું લીલું લલકારું છું મારો સૂરજ સાદો છે, એને હું શણગારું છું હોડીમાં હું બેઠો છું, દરિયાને હંકારું છું ફાગણમાં ફૂટ્યું ફૂલડું, ચૈતરમાં વિસ્તારું છું ભડકાજી, આવો ઘરમાં, હું સૌને સત્કારું છું ~ મનહર મોદી વસુબેન ભટ્ટ ‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.

🌹દિન વિશેષ 22 માર્ચ🌹

🌹દિન વિશેષ 22 માર્ચ🌹 www.kavyavishva.com દરિયાને તીર એક રેતીની ઓટલી ઊચીં અટૂલી અમે બાંધી જી રે. ~ સુંદરમ કવિ રામપ્રસાદ બક્ષી ‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો. આભાર.

Scroll to Top