નરસિંહ મહેતા ~ જળકમળ છાંડી જા ને * Narsinh Maheta

જળકમળ છાંડી જાને, બાળા! સ્વામી અમારો જાગશે;જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે. કહે રે બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો? ‘નથી નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’ ‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;તારી માતાએ કેટલા જન્મ્યા,

નરસિંહ મહેતા ~ વૈષ્ણવજન * Narsinh Maheta

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે. મોહ માયા વ્યાપે

નરસિંહ મહેતા ~ નીરખને ગગનમાં * Narsinh Maheta

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કો નથી કૃષ્ણ તોલે. શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવ મહીં પંથ ભૂલી;જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી. ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે,

ચિનુ મોદી ~ આપણો વહેવાર જૂઠો * Chinu Modi

આપણો વહેવાર જૂઠો, આપણી સમજણ ગલત,લાગણીમય તોય છે તારી રમત, મારી રમત. સાત સપનાં, એક સૂડો, પાંદડાનું આ જગત,થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત. પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં,ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત. વાંઝિયા આ શબ્દના વસ્તારના ભારે ઋણી,ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત. શોધમાં ‘ઇર્શાદ’ છે, ચહેરા વગરનો આદમી,જે નથી

ચિનુ મોદી ~ આપણા માટે * Chinu Modi

આપણા માટે સમજદારી નથીમારી વાતો સાચી છે, સારી નથી. વાવના એકાંત વચ્ચે કાંકરી,પાણી જેવી સાવ નોધારી નથી. એક બે કિસ્સાથી હું બદનામ છુંમારી આખી રાત ગોઝારી નથી. સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!ઓસના ફૂલોમાં કંપારી નથી. દોડતા શ્વાસો અટકવા જોઇએમારી ઇચ્છા મારી લાચારી નથી. ~ ચિનુ મોદી

ચિનુ મોદી – આ ગઝલ * Chinu Modi

કારણ આ ગઝલ લખવાનું કારણ એ જ છે,પાંદડે ભેગું કરેલું તેજ છે. આ ગઝલ લખવાનું કારણ એ જ છે,આંખને ખૂણે હજીયે ભેજ છે. આ ગઝલ લખવાનું કારણ એ જ છે,શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ? આ ગઝલ લખવાનું કારણ એ જ છે,એક ખુરશી છે ને સામે મેજ છે. વાયુમાં વિશ્વાસનું કારણ હતું –વણહલેસે વ્હાણ

ચિનુ મોદી ~ આકાશ દયાળુ છે * Chinu Modi

આકાશ દયાળુ છેનહીંતરઆપણે માટેધગધગતો સૂરજ,કાતિલ ઠંડકથીદઝાડતો ચંદ્રછાતીએ ચાંપે ?વરસાદ માટેછાતીમાં કાણાં શું કામ પાડે ?અને આપણીઆડોડાઈ તો જુઓ:આપણાં પર પડતાંતમામ દુઃખોનો દેનારો ક્યાં ?એમ પૂછાય ત્યારેઆપણે આંગળીતોઆકાશ સામે જ ચીંધીએ છીએ. ~ ચિનુ મોદી ગુજરાતીના શ્રેષ્ઠ શાયરોમાંના એક એવા ચિનુ મોદીનું આ અછાંદસ પણ એટલું જ સ્પર્શી જાય એવું.

Scroll to Top