હરિહર પ્રાણશંકર ભટ્ટ ~ એક જ દે ચિનગારી * Harihar Bhatt

એક જ દે ચિનગારી, મહાનલ !એક જ દે ચિનગારી. ચકમક  લોઢું  ઘસતાં ઘસતાંખરચી  જિંદગી સારી;જામગરીમાં તણખો ન પડ્યો,ન ફળી મહેનત મારી… મહાનલ.. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,સળગી  આભ અટારી;ના સળગી એક સગડી મારી,વાત વિપતની ભારી… મહાનલ.. ઠંડીમાં   મુજ   કાયા   થથરે,ખૂટી    ધીરજ   મારીવિશ્વાનલ ! હું અધિક ન માગું,માગું એક ચિનગારી… મહાનલ.. ~

વિજય સેવક ~ ઓફિસ

●  ઑફિસ વ્હેલી સવારે ટ્રેનમાં કચડાય એ પછી હું કચકચાટ બાંધતો ઇચ્છાને ધૂંસરી પ્હેરીને ડાબલા સતત ઘૂમ્યા કર્યું છે મેં હાંફી ગયો છતાંય છે આ દોડ વાંઝણી તારા ગયા પછી જ હું પામી શક્યો મને ખાલીપણું જ વિસ્તર્યું ‘તું મારા નામથી ઑફિસ સમી છે આપણી આ જિંદગી વિજય આખો દિવસ ચહલપહલ પણ સાંજ ઝૂરતી    @@

બાલમુકુંદ દવે ~ હરિનો હંસલો * Balmukund Dave

હરિનો હંસલો કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો? કલંકીએ કોણે કીધા ઘા?કોણ રે અપરાધી માનવજાતનો, જેને સૂઝી અવળી મત આ?રુધિરે રંગાયો હરિનો હંસલો!…… પાંખ રે ઢાળીને હંસો પોઢિયો, ધોળો ધોળો ધરણીને અંક;કરુણા-આંજી રે એની આંખડી, રામની રટણા છે એને કંઠ,રુધિરે રંગાયો હરિનો હંસલો!….. હિમાળે સરવર શીળાં લે’રતાં, ત્યાંનો રે રહેવાસી આ તો હંસ;આવી રે ચડેલો

બાલમુકુંદ દવે ~ સોનચંપો * Balmukund Dave

સોનચંપો રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:અમને ના આવડ્યા જતન જી ! ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાંનંદનવન હોય રે વતન જી ? વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી ! કુવાને ઠાળે જેવા કાથી કેરા દોરડાના —થોડે થોડે લાગે રે ઘસારા જી ! દેશ રે

Scroll to Top