કલાપી ~ હમે જોગી * Kalapi
હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ !તહીંનાં ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ ! જહાં જેને મરી મુર્દું કબરમાં મોકલી દેતી,હમે એ કાનમાં જાદૂ હમારું ફૂંકનારાઓ ! જહાંથી જે થયું બાતલ, અહીં તે છે થયું શામિલ !હમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ ! જહીં જખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા,બધાંનાં ઇશ્કનાં દર્દો બધાં એ વ્હોરનારાઓ
