ભાવેશ ભટ્ટ ~ જેટલા રસ્તા ઉપર

જેટલા રસ્તા ઉપર ખાડો બન્યો સૌની સાથે આપણો નાતો બન્યો જીંદગીમાં એને કૈં બનવું હતું છેવટે એ કોઈનો હાથો બન્યો  ઘાવ સાથે બેઉનો સંબંધ છે તું બન્યો પથ્થર ને હું પાટો બન્યો સૂર પોતીકો મળ્યો ના જ્યાં સુધી હર જનમમાં વાંસળીવાળો બન્યો સૌની નજરે એને ચડવું બહુ ગમે કેટલી મહેનતથી એ ડાઘો બન્યો ! ભાર

પ્રવીણ દરજી ~ અને હું * Pravin Darjee

અને હુંવૃક્ષ નીચે આવીને ઊભોને મારા ગામમાં પ્રવેશ્યો. અને હુંવૃક્ષ નીચે બેઠો નેમારા ઘરમાં પ્રવેશ્યો. અને હુંવૃક્ષ નીચે લગીર આડો પડ્યોને મારા ઓરડામાં પ્રવેશ્યો,પછી તો મેં ઘસઘસાટ ઊંઘવા માંડ્યુ ! રીલ અને રિયલનેસંધિબિંદુ હોય શકે ?કે ………………….. ~ પ્રવીણ દરજી ‘અને’થી શરૂ કરીને કવિએ અહીં કવિતાને ભાવકના ભાવપ્રદેશ સાથે કેટલી સરસ રીતે જોડી દીધી છે……

શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ ~ અનુ. સતીન દેસાઈ ‘પરવેઝ’ * Shailesh Pandya * Satin Desai

આખરે હોવાપણાંનો પ્રશ્ન ‍‍ આખરે હોવાપણાંનો પ્રશ્ન પણ ક્યાં છેક છેઆંખ ખોલું કે પછી હું બંધ રાખું એક છે. જાગતા ને ઊંઘતા રમવાની સંતાકૂકડીકૈંક શ્વાસોની હવે તો આપણામાં મ્હેંક છે. એ કહે છે કે અનાયાસે અમે તો આવશુંશબ્દનો કેવો હૃદયપૂર્વક હજી પણ ટેક છે. વાસ્તવિકતાથી કદી આઘાત લાગે તો રડેએમ તો બંદા વિચારોમાં ઘણાયે નેક

નીરવ પટેલ ~ જંતુ બનીને * Neerav Patel

જંતુ બનીને જીવવું ક્બૂલ છે-મારે માણસ નથી બનવું. મારે ઓછામાં ઓછી ઇન્દ્રિયો ચાલશે-હું અમીબા બનીને જીવીશ. મારે નથી જોઇતી પાંખો –મારે આકાશ નથી આંબવું. હું પેટે ઢસડાઇશ-સાપ ગરોળી થઇને. ભલે ફંગોળાઉં આકાશે-ઘાસ કે રજકણ બનીને. અરે, હું ક્રુઝોના ટાપુ પર-ફ્રાઇડે બનીને જીવીશ. પણ મારે માણસ નથી બનવું.મારે અસ્પૃશ્ય માણસ નથી બનવું.મારે હિન્દુ માણસ નથી બનવું.મારે

મીનાક્ષી ચંદારાણા ~ છલકતા ફરે * Minaxi Chandarana

છલકતા ફરે ચોક, છત ને છજાંગઝલમાં પલળવાની કેવી મજા ! ચુનર આંહી કોરી તો કોની રહે ?ઝરે રંગ છંદો, ન પૂછે રજા. નગર બ્હાર જાતાં જડયાં જંગલોછું હદપાર, કેવી મજાની સજા ! ઊડ્યાં મનભરી અંતહીન આ નભેઅમે છોડી સરહદ, વળોટયાં ગજા ! અદબભેર મસ્તક નમાવો, સુજનઅહીં શબ્દની ફરફરે છે ધજા. – મીનાક્ષી ચંદારાણા    આખીયે

રમેશ પારેખ ~ વર્ષા પ્રજાપતિ Ramesh Parekh

ગુજરાતી સાહિત્યના ઉત્તમ અને નોંધપાત્ર કવિ સર્જકોમાં કવિ રમેશ પારેખનું પ્રદાન મૂલ્યવાન અને અન્યથી વિશિષ્ટ રહ્યું છે. અનુગાંધીયુગ, આધુનિક યુગના પ્રવાહમાં જન્મેલા અને સર્જકતાથી સ્થાપિત થયેલા કવિ રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. ‘ચીંધ આખું વિશ્વ તું એને રમેશ, જેને સરનામુ ર.પા. નું જોઈએ’ – વસુધૈવ કુટુંબકમની ભાવનાને સિદ્ધ કરતા આ કવિ તેમના ગઝલ શે’રમાં

રમેશ પારેખ ~ ગોરમાને Ramesh Parekh * સ્વર : Aarti Munshi

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલકમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલસૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલલોલ, મારે મોભારે કાગડો બોલે

રમેશ પારેખ ~ વૃક્ષો જોયાનો Ramesh Parekh

વૃક્ષો જોયાનો થાય ~ રમેશ પારેખ વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમએવો માર્યો આ ડંખ કઈ સાપણે કોની ઈચ્છાઓ તપે આકરી કે આપણા આ શબ્દોને ફૂટે નહીં જીભ ?બાંધી ગયું છે કોણ હોવાની ડાળીએ ખાલીખમ બોલ્યાની ઠીબ ?દ્રશ્યો જોવાનો ભાર લાગે કે ઊગે ને આથમે છે પ્હાડ હવે પાંપણે ? નિશ્ચય તો તૂટીને તળિયે ડૂબ્યાને બધે ઘૂઘવતું

રઘુવીર ચૌધરી ~ તું વરસે છે * Raghuvir Chudhari

તું વરસે છે ત્યારેએક કે બે પંખીદૂર કે નજીકથી ગાય છે.કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે. વાદળ સ્થિર થાય છે ત્યાંવૃક્ષો ચાલીનેતો ક્યારેક ઊડીનેએમની પાસે જાય છે.આ બાજુબાળકો અને શેરીએક સાથે નહાય છે. તું વરસે છે ત્યારેસૂની બારી પર ટકોરા થાય છે,અગાઉની રજ ભીના અવાજમાંવહી જાય છે. તું વરસે છે ત્યારેઅંદરના ઓરડે પ્રકાશ થાય છે. ….

Scroll to Top