વિનોદ જોશી ~ પાંદડાએ લે * Vinod Joshi
પાંદડાએ લે! મને ઊભી રાખી,પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી… વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તોદાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,સૂરજના હોંકારે જાગેરા કાળમીંઢપડછાયા જૂઠ્ઠા થઈ જાય; ઝાડવાએ લે! મને ઊભી રાખી,પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી… કોઈવાર માળામાં ઊતરતું ચાંદરડુંડાળખીમાં ત્રાંસું થઈ જાય,કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓગળચટ્ટાં આંસુ થઈ જાય; વાયરાએ
