એષા દાદાવાળા ~ નવું વર્ષ * Esha Dadawala

નવું વર્ષ વેક્સિનનું વર્ષ રહે…. તૂટી જનારા સપનાંઓની કરચો સામે રક્ષણ આપનારી વેક્સિન અવ્યક્ત ઇચ્છાઓને વ્યક્ત કરવામાં મદદ કરે એવી વેક્સિન ગમતી વ્યક્તિ સાથે હોય ત્યારે પળોને સદીઓ જેવડી લાંબી કરી આપે એવી વેક્સિન પ્રતીક્ષા ટૂંકી કરી આપે, જીવવી ગમે એવી સાંજોને ખેંચી-ખેંચીને મોટી કરી આપે… ચહેરા પર પહેરેલા તમામ માસ્ક ઉતારી આપે એવી વેક્સિન

સંજુ વાળા ~ રહીએ જેમ * Sanju Vala

રહીએ,  જેમ તમે  જી ! રાખો ! કાં અબોલા અમથી આવા, કૈ તો ડહાપણ દાખો ! વરત – આખડી સૌ મૂકી દઉં, ના કોઈ પૂજું  દેવપૂછી  બીડું  પલક, ખીંટીએ  ટાંગુ  સઘળી   ટેવ ત્યાં જ  ઉડીએ , જ્યાં  ઉડાડે તમે દીધેલી પાંખો !રહીએ,  જેમ તમે  જી ! રાખો ! મેં  ક્યાં  માંગ્યું ? સોને-રૂપે  માંઝી  દો  મનસૂબાઝળઝળિયાં દો, તો પણ મારે રતન-છલોછલ કૂબાધૂળધફોયા  ખોળે 

પ્રફુલ્લ પંડ્યા ~ દર્પણ સામે * Prafull Pandya

દર્પણ સામે ઊભા રહીને ઘણું વિચારી લીધાં પછીથીચ્હેરા જેવું બોલી દઇને દરિયા સામે નીકળું ‌! પડછાયાને પામી લેવાં તેજલિસોટા તાણી લેવાં,આ છેડેથી હું દોડું ને ઓ છેડેથી મને જોઈ કોઈ વાદળ !અરે! દોડધામ પૂરી થૈ ને મનની મનમાં રહી ગઈ ત્યારેઆગળ પાછળ જેવું લખવાં હાથમાં ઝાલું કાગળ કોરો કાગળ !કાગળ સામે ઊભા રહીને ઘણું વિચારી

હિના મોદી ~ એક સાંજે

એક સાંજે સાત વર્ષના મારા દીકરાએ એના ખભા કરતાં લગભગ ડબલ સાઇઝની સ્કૂલબેગ ખભેથી ઉતારતાં, મને પૂછ્યું – મમ્મી ! તને ‘ફેઇસ રીડીંગ’ આવડે ? હું જરા ચોંકી ગઇ પછી – સ્વસ્થ થઇ મેં પૂછ્યું ’ફેઇસ રીડીંગ’ એટલે શું ? એ બોલ્યો – જો હું તને શીખવું. હું એને એકીટશે જોતી રહી એ સડસડાટ બોલવા

હરદ્વાર ગોસ્વામી ~ ફૂલ સાથે

ફૂલ સાથે ડાળ આખી આ ખરી,પાનખરની છે પરીક્ષા આખરી. મીણ જેવી એ હતી ને ઓગળી,સૂર્ય સામે આંગળી ક્ષણભર ધરી. હું સતત ખેંચાઉં છું, ખેંચાઉં છું,આ સ્મરણના ચુમ્બકે ભારે કરી. હું ગગન જેવો જ પ્હોળો થઇ ગયો,જ્યાં હવા અસ્તિત્વના ફૂગ્ગે ભરી. મન હશે દરજી મને ન્હોતી ખબર,ઝંખના હર એક કાયમ વેતરી. એક અણમાનીતી રાણી શી પીડા,હર

લતા હિરાણી ~ સાદ કરું ત્યાં * Lata Hirani

સાદ કરું ત્યાં હરિ આવીને આગળ ડગલું ભરેપગલે પગલે દીવો થઈને સંગાથે સંચરેમારી આંખો ખરખર ખરે…… વાતે-વાતે વાંધા વેરી, વાતે-વાતે મરીપોથી-પુસ્તક શાસ્તરની મેં શોભા ભીંતે કરીઅણસમજથી કર્યા ઉધામા, રહી રહીને આછરેમારી આંખો ખરખર ખરે……  ઓછાબોલી હું અટવાતી, હરિએ હામી ભરીખૂબ ઉકાળી, ગાળી, ચાળી ; આખરમાં હું ઠરીબાથ ભરી છે સાવ ભરોસે, ભવબાધા પરહરેમારી આંખો ખરખર

દર્શક આચાર્ય ~ શ્વાસ માર્ગે પ્રયાણ * Darshak Aacharya

જાડેજા શ્વાસ માર્ગે પ્રયાણ, જાડેજા,નિજના ઘરને પિછાણ, જાડેજા. કાળના તું પ્રવાહને ઓળખ,તો જ તરશે વહાણ, જાડેજા. જ્યોત જગવી તું વાંચ કાગળને,તો ઊકલશે લખાણ, જાડેજા. પાપ તારાં બધાંય બોલી જા,તો જ આપું પ્રમાણ, જાડેજા. જાત ઓળંગવી સરળ ક્યાં છે?ખૂબ કપરાં ચઢાણ, જાડેજા. બેડલીને ઊગારવા તારી,સંતની કર સુવાણ, જાડેજા. આંબવો હોય કાળને તારે,પાંચ ઘોડા પલાણ, જાડેજા. –

રક્ષા શુક્લ ~ કાલ દરિયાએ કીધું તું

કાલ દરિયાએ કીધું તું કાનમાં‘નદીઓનું પાણી મને ઓછું પડે, તારા આંસુઓ આપ મને દાનમાં’કાલ દરિયાએ કીધું તું કાનમાં….. દરિયાએ હાથ જરા લંબાવ્યો, આંસુની ખારપ જઈ દરિયાને વળગીદરિયાએ વાદળને પાણી આપી ને પછી રાખી એ ખારપને અળગીતે દિ’થી દરિયો આ ક્યારા ભરે ને બધી ખારપ ઢોળે છે ખાનપાનમાંકાલ દરિયાએ કીધું તું કાનમાં….. નદિયુએ દરિયાને માપ્યો તો

શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ ~ આંખ એકાએક * Shailesh Pandya ‘Bhinash’

આંખ એકાએક ઓચિંતી ભરો એવું બને?સહેજ ચાલીને તમે પાછા ફરો એવું બને ? આવવાની ઝંખના હોવા છતાં આવ્યા નથી ,ક્યાંક પાછા એ જ ઈચ્છાને વરો એવું બને ? ક્યાં કદીયે એક સાદે કોઈ પ્રશ્નો સાંભળ્યા ?જીવતા જીવે અહમથી પણ ડરો એવું બને ? હું સમી સાંજે સમયને શોધવા પાછો ગયો,જિંદગીને આપ પણ શોધ્યા કરો એવું

રિન્કુ રાઠોડ ‘શર્વરી’ ~ હું ગઝલ લખતી રહું

હું ગઝલ લખતી રહું બે વાત પર, એક તારા પર બીજી વરસાદ પર. હું પ્રથમ આખું નગર ભેગું કરું, ને પછી ચર્ચા કરું એકાદ પર. મેં કહ્યું કે, ” માપમાં રહેજે જરા” યાદ ત્યાં આવી ચડી વિખવાદ પર. હું અરીસો થઈ જરા ઊભી રહી, પથ્થરો આવી ગયા છે જાત પર. તું બધી ફરિયાદ લઈને આવજે,

Scroll to Top